રાજસ્થાનમાં રાજનૈતિક યુદ્ધનો આજે આવી શકે છે અંત

આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓની સાથે દિલ્હીમાં ખાસ મીટિંગ કરશે. આ બેઠકમાં પાયલટ અને ગેહલોત પોતપોતાની વાત રાખશે.

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટની વચ્ચે રાજનૈતિક જંગ ચાલી રહી છે. જેનો આજે અંતિમ નિર્ણય આવે તેવી શક્યતા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે દિલ્હી ખાતે ખાસ બેઠક કરવા જઈ રહ્યાં છે જેમાં પાયલટ અને સચિન બંને પોતપોતાની વાત તેમની સામે રજૂ કરશે. સૂત્રો અનુસાર પાર્ટીએ ગેહલોતનાં નેતૃત્વ હેઠળ આવનારી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસનાં આ નિર્ણય બાદ શું સચિન પાયલટ પાર્ટીનો સાથ નિભાવશે કે પછી પોતાનો અલગ માર્ગ તૈયાર કરશે એ તો સમય જ જણાવશે. જો કે શક્ય છે કે પાયલટને રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષ કે ચૂંટણી અભિયાન સમિતિનાં ચેરમેન બનાવવામાં આવે. ટિકીટની વહેંચણીનાં મામલામાં પણ પાર્ટી આ જવાબદારી પાયલટને સોંપી શકે છે. હવે પાર્ટીનાં ટૂકડા થતા બચાવવા માટે ખડગેએ બંને પક્ષોને સંતુષ્ટી મળે તેવો નિર્ણય લેવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *