કંબોડિયાના રાજ નોરોહોમ સિંહમણિ ભારતની ૩ દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી આવી પહોંચશે.
રાષ્ટ્રપતિભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ મહાત્મા ગાંધીની સમાધિ પર તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે. ઉપરાંત તેઓ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરશે.
ભારત કંબોડિયાના રાજદ્વારી સંબંધોની ૭૦ મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. જે બંને દેશોના નાગરિકોને સાંસ્કૃતિક રીતે જોડે છે.