શેર માર્કેટમાં સતત ત્રીજા દિવસે શાનદાર તેજી જોવા મળી હતી. પરિણામે સેન્સેક્સમાં ૩૪૦ પોઈન્ટ અને નિફ્ટીમાં પણ ૧૦૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેર માર્કેટ મોજમાં હોય તેમ જોરદાર તેજી જોવા મળી હતી. શેર બજારમાં મોટાપાયે ખરીદી નોંધાતા બજારના પ્રમુખ ઇન્ડેક્સ લગભગ સતત ત્રીજા દિવસે લીલા નિશાન સાથે બંધ રહ્યા હતા. આજે બીએસસી સેન્સેક્સમાં ૩૪૦ પોઈન્ટનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. જેને લઈને સેન્સેક્સ ૬૨૮૪૬ ની સપાટીને આંબી ગયો હતો. તે જ રીતે નિફ્ટીમાં પણ ૧૦૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જેને લઈને તે ૧૮,૫૯૮ ની પર બંધ રહ્યો છે. પરિણામે રોકાણકારો રાજીના રેડ થયા હતા.
તેજીને પગલે ફાઇનાન્સિયલ, ઓટો અને મેટલ્સ સેક્ટરનો દબદબો જોવા મળ્યો હતો. આ ફિલ્ડના શેરની કિંમતમાં તેજી જોવા મળી હતી. મહત્વનું છે કે ગત શુક્રવારે પણ શેર બજારમાં મજબૂત જોવા મળી હતી અને સેન્સેકમાં ૬૨૯ નો ઉછાળો આવ્યો હતો. આજે એમએન્ડએમના શેરમાં ૪ % નો વધારો તથા ટાઈટનના શેરમાં ૨.૫૦ % નો વધારો અને કુલ ઇન્ડિયાના શેરમાં ૧.૯૦ % તથા tata સ્ટીલમાં ૨ % નો વધારો નોંધાયો હતો.
ઓએનજીસીમાં ૩ % જેટલો ઘટાડો નોંધાયો હતો. તો પાવર ગ્રીડમાં ૧.૩૦ % અને એચસીએલટેક માં ૧.૨૦ % તથા ડીવી સ્લેબમાં ૧.૦૨ % નો ઘટાડો નોંધાયો હતો.