આઈપીએલ ૨૦૨૩ ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ

જાડેજાએ આઈપીએલ ૨૦૨૩ ફાઈનલના છેલ્લા બે બોલમાં દસ રન ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ટ્રોફી જીતી હતી. બાદમાં આ જીત રવીન્દ્ર જાડેજાએ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સમર્પિત કરી હતી.

આઈપીએલ ૨૦૨૩ ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ છે. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સએ ગુજરાત ટાઈટન્સ ને ૫ વિકેટથી માત આપી હતી. ચેન્નઈ સુપર કિંગ્સએ આ જીતની સાથે તેમની ટીમે 5મી વખત આઈપીએલ નું ટાઈટલ પોતાને નામ કર્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સની જીત પાછળ શ્રેય રવીન્દ્ર જાડેજાને જાય છે. પોતાની ધમાકેદાર બેટિંગથી રવીન્દ્ર જાડેજાએ પોતાની ટીમને વિજયી બનાવી છે.

જાડેજાએ આઈપીએલ ૨૦૨૩ ફાઈનલના છેલ્લા બે બોલમાં દસ રન ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ટ્રોફી જીતી હતી. આ જીત જાડેજાએ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સમર્પિત કરતાં કહ્યું હતું કે, ‘ગુજરાત મારુહોમગ્રાઉન્ડ છે અને તેની સામે મારું પાંચમું ટાઇટલ જીતવું એ એક અદ્ભુત લાગણી છે. હું ગુજરાતનો છું, અને આ એક ખાસ લાગણી છે. લોકો અદ્ભુત રહ્યા છે. તેઓ મોડી રાત સુધી વરસાદ બંધ થવાની રાહ જોતા હતા. હું ચેન્નઈ સુપર કિંગ્સ ના ચાહકોને અભિનંદન આપવા માંગુ છું, જેઓ અમારું સમર્થન કરવા અહીં આવ્યા હતા.

રવિન્દ્ર જાડેજા બોલ્યો હતો કે ‘હું આ જીત મારી ટીમના ખાસ સભ્ય એમએસ ધોનીને સમર્પિત કરવા માંગુ છું. છેલ્લી ઓવરમાં, હું ફક્ત એટલું જ વિચારી રહ્યો હતો કે મારે બેટને શક્ય તેટલું સખત સ્વિંગ કરવું પડશે. બોલ ક્યાં જશે, આ વાત મારા મગજમાં જ નહોતી. હું ફક્ત બેટને જોરથી ચાલવાનું વિચારી રહ્યો હતો. હું મારી જાતને ટેકો આપતો હતો અને સીધો શોટ રમવા માંગતો હતો કારણ કે મને ખબર હતી કે મોહિત ધીમા બોલ ફેંકી શકે છે.’

ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે અંબાતી રાયડુ અને ધોની એક જ ઓવરમાં આઉટ થયા ત્યારે એક સમયે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતે મેચ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. પરંતુ અંતે બેટિંગ કરવા આવ્યો રવીન્દ્ર જાડેજા. ચેન્નાઈને ૬ બોલમાં ૧૩ રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરમાં બે બોલમાં ૧ ફોર અને ૧ સિક્સ ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સ ને ૫ મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.

ટીમની આ વિજયનો શ્રેય રવિન્દ્ર જાડેજા અને અન્ય ખેલાડીઓને નામે કરવા માટે સીનિયર એમ.એસ ધોનીએ આઈપીએલ ની ટ્રોફીને પોતાના હાથમાં પણ ન લીધી. આઈપીએલ ની ટ્રોફી રાયડુ અને જાડેજાએ પોતાના હસ્તે સ્વીકારી અને ધોનીએ બાજુમાં ઊભા રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યું. છેલ્લે તમામ ખેલાડીઓ મંચ પર આવી ગયાં અને હર્ષોલ્લાસથી ટ્રોફી સ્વીકારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *