ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે બીઆઈએસ એક્ટ ૨૦૧૬ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
બીઆઈએસ અમદાવાદે ૨૫ મે ૨૦૨૩ ના રોજ નવા ઘડવામાં આવેલા માનક “IS ૧૪૩૩૩ : ૨૦૨૨ ગટર અને ઔદ્યોગિક રસાયણો અને પ્રવાહ માટે પોલિઈથિલિન પાઈપો-સ્પષ્ટીકરણ” પર ‘માનક મંથન’નું આયોજન કર્યુ હતું. પ્રયોગશાળાઓ (CIPET), ઉત્પાદકો, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ જેવા વિવિધ ક્ષેત્રોના ૨૦થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપ્યા હતા. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા કરવા માટે, દર મહિને બીઆઈએસ દ્વારા આયોજિત કરવામાં આવતો એક કાર્યક્રમ છે.
IS ૧૪૩૩૩ : ૨૦૨૨ નો ઉદ્દેશ ઉત્પાદનની ન્યૂનતમ કામગીરીની જરૂરિયાતો પૂરી પાડવાનો છે અને અંતિમ વપરાશકર્તાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યો છે. સુધારેલા માનકમાં, ઔદ્યોગિક રસાયણો માટે પોલિઈથિલિન પાઈપોનો સમાવેશ અવકાશ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. અંકિત વ્યાસની શ્રેણી ૧૦૦૦mmથી વધારીને ૨૫૦૦mm કરવામાં આવી છે અને દિવાલની જાડાઈ પ્રમાણભૂત પરિમાણ ગુણોત્તરના આધારે નિર્દિષ્ટ કરવામાં આવી છે.
શ્રી સુમિત સેંગર, બીઆઈએસ, અમદાવાદના નિદેશક અને પ્રમુખ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આવી સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને હિસ્સેદારો બંનેને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે બીઆઈએસની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેઈલ આઈડી: abho[at]bis[dot]gov[dot]in પર મોકલી શકાય છે.