રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. રાજસ્થાનમાં મતદાતાઓ સાથે સીધા જોડાવા માટે ભાજપે એક્શન પ્લાન બનાવ્યો છે.
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બંને મોટી પાર્ટી આની તૈયારીમાં વ્યસ્ત છે. ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે સોશિયલ મીડિયા દ્વારા પણ રણનીતિ બનાવી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી વોટ્સએપ ચેમ્બર શરૂ કરવા જઈ રહી છે. આના દ્વારા ભાજપ એક જ ક્લિકથી એક લાખ વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા કરોડો લોકો સાથે જોડાઈ શકે છે.