અંબાજી: સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

૫ જુન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. સમગ્ર વિશ્વમાં પર્યાવરણના જતન માટે આજના દિવસે અલગ અલગ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે ૫ જુન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. સમગ્ર વિશ્વમાં પર્યાવરણના જતન માટે આજના દિવસે અલગ અલગ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના પર્યાવરણ દિવસની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજીમાં ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયા, પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરીભાઈ ચૌધરી અને જિલ્લાના વિવિધ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પહેલા મુખ્યમંત્રીએ અંબાજીમાં મા અંબાના દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી. ત્યારપછી રાજ્ય વન વિભાગ દ્વારા નવીનીકરણ કરવામાં આવેલા ”વનચેતના વન”ને મુખ્યમંત્રીએ ખુલ્લુ મુક્યું હતું. સાથે જ ગબ્બરમાં ૧૦ હજારથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષાંક રાખવામાં આવ્યો છે. અંબાજીને હરિયાળુ રાખવા માટે વૃક્ષોનું જતન કરવા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *