ઓપેક સંગઠન સાથે સંકળાયેલા દેશોની કલાકો સુધી ચાલેલી બેઠકને અંતે સાઉદી અરબે રવિવારે જાહેરાત કરી હતી કે તેલના ઘટી રહેલા ભાવોને નિયંત્રણમાં લેવા તેલ ઉત્પાદનમાં પ્રતિદિન ૧૦ લાખ બેરલનો કાપ મુકશે.
ઓપેક સંગઠન સાથે સંકળાયેલા દેશોની કલાકો સુધી ચાલેલી બેઠકને અંતે સાઉદી અરબે રવિવારે જાહેરાત કરી હતી કે તેલના ઘટી રહેલા ભાવોને નિયંત્રણમાં લેવા તેલ ઉત્પાદનમાં પ્રતિદિન ૧૦ લાખ બેરલનો કાપ મુકશે. સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને એક નિવેદનમાં આ સ્પષ્ટતા કરી હતી.
તેમણે તેલ બજારને સ્થિર કરવા હરસંભવ પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. સાઉદી અરબ જુલાઇમાં તેલના પ્રતિદિન ૯૦ લાખ બેરલના ઉત્પાદનમાં કાપ મુકવાનું છે. જૂન ૨૦૨૧ પછી સાઉદી અરબ માટે ઉત્પાદનનું આ સૌથી નીચું સ્તર બની રહેશે. ઓપેક દેશો દ્વારા આ પહેલાં પણ ઉત્પાદનમાં કાપ મુકાયો હતો. પરંતુ તેમ કરવા છતાં તેલના ઘટી રહેલા ભાવોને નિયંત્રણમાં લઇ શકાયા નહોતા.