જામનગરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડૉ.ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ડૉ. ગાંધીના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાલ જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં શહેરના એક જાણીતા તબીબનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે.
જામનગર શહેરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું ૪૧ વર્ષની વયે નિધન થયું છે. હ્રદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. ડૉ. ગૌરવ ગાંધીના નિધનના કારણે જામનગરના તબીબોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
રાજ્યના જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ.મિલન ચગના ભાઈ અને જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડૉ.સંજીવ ચગનું ગત ૩ માર્ચના રોજ મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું હતું.