યુદ્ધની વચ્ચે મંગળવારે યુક્રેનનો સૌથી મોટો ડેમ ધ્વસ્ત થઈ ગયો.
ડેમનું નામ કાખોવકા છે જે ઉત્તર યુક્રેનમાં હતું. રશિયા-યુક્રેને એકબીજા પર તેને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ ડેમ પર હુમલા બાદ છોડવામાં આવેલ પાણી યુદ્ધના મેદાનમાં પહોંચી ગયું છે. પૂરના ભયને કારણે આસપાસના ગામને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ખરસોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તે જ સમયે, રશિયન સમાચાર એજન્સી અનુસાર, ૮૦ ગામમાં પૂરનું જોખમ છે. યુક્રેનનો આ ડેમ 1956માં સોવિયત સંઘના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. નિપર નદી પર બનેલો આ ડેમ ૩૦ મીટર ઊંચો છે અને ૩.૨ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે.
યુક્રેનના ઉત્તરી કમાન્ડના સૈન્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું કે રશિયાએ કાખોવકા ડેમ પર હુમલો કર્યો છે. તે જ સમયે ઝેલેન્સકીએ આ અંગે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જ્યારે ડેમ રશિયાના કબજા હેઠળના પ્રદેશમાં છે અને રશિયન સેનાએ યુક્રેનિયન હુમલામાં તેના વિનાશની વાત કરી છે. કાખોવકા ડેમમાંથી ક્રિમિયા અને ઝાપોરોઝાય ન્યુક્લિયર પ્લાન્ટને પાણી પૂરું પાડવામાં આવે છે.