પીએમ મોદી અમેરિકી કોંગ્રેસનું કરશે સંબોધન

૨૨ જૂનનાં ૨૦૨૩ નાં રોજ PM મોદી અમેરિકી કોંગ્રેસ અને સીનેટનાં સંયુક્ત સત્રને સંબોધિત કરશે. PM મોદી પહેલા એવા પ્રધાનમંત્રી હશે જે અમેરિકી સંસદને બીજી વખત સંબોધિત કરશે.

ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૨ જૂન ૨૦૨૩ નાં સ્ટેટ વિઝીટ માટે અમેરિકાની યાત્રા કરશે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં અન્ય રાષ્ટ્રોનાં પ્રમુખોની યાત્રાને અનેક કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે જેમાં સ્ટેટ વિઝિટને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે.  પોતાના ૪ વર્ષનાં કાર્યકાળમાં અમેરિકી રાષ્ટ્રપતિ કેવળ એક જ વખત કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને સ્ટેટ વિઝિટ પર આમંત્રિત કરી શકે છે. સ્ટેટ વિઝિટ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને યાત્રા પર આવતાં રાષ્ટ્રાધ્યક્ષને વિશેષ સમ્માન પણ આપવામાં આવે છે. આ સમ્માન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકી સંસદનાં બંને સદનોનાં સંયુક્ત સત્રને સંબોધિત કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

અમેરિકી સભાનાં સ્પીકર કેવિન મેક્કાર્થીએ PM મોદીને મોકલેલ આમંત્રણ અંગે ટ્વીટ કરતાં લખ્યું કે’ આ મારા માટે સમ્માનની વાત છે કે હું ભારતનાં પ્રધાનમંત્રી મોદીને ૨૨ જૂનનાં US કોંગ્રેસનાં સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટે આમંત્રિત કરી રહ્યો છું. આ ભારત અને અમેરિકાની મિત્રતાની ઊજવણી કરવાનો અવસર હશે. સાથે જ બંને દેશો જે વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યાં છે તેના પર પણ ચર્ચા કરવાનો મોકો મળશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *