ભારત સ્થિત અમેરિકી મિશને આજે દેશભરમાં પોતાનો ૭મો વાર્ષિક વીઝા દિવસ ઊજવ્યો જેમાં અધિકારીઓએ આશરે ૩,૫૦૦ ભારતીય સ્ટૂડેન્સ વીઝા અરજદારોની મુલાકાત લીધી.
ભારત સ્થિત અમેરિકી મિશને આજે દેશભરમાં પોતાનો ૭ મો વાર્ષિક વીઝા દિવસ ઊજવ્યો. આ દરમિયાન દિલ્હી, ચેન્નઈ, હૈદ્રાબાદ, કોલકત્તા અને મુંબઈમાં હાજર અધિકારીઓએ આશરે ૩,૫૦૦ ભારતીય સ્ટૂડેન્ટ વીઝા અરજદારોની મુલાકાત લીધી. એમ્બેસેડર એરિક ગાર્સેટીએ દેશભરનાં આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું કે આ એક ગૌરવશાળી ક્ષણ છે. આ વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી છે કે જેમણે અમેરિકામાં ભણવાનું સપનું જોયું કારણકે તે દુનિયાનું સૌથી બેસ્ટ અને પોપ્યુલર એજ્યુકેશન હબ છે.
US એમ્બેસેડર એરિક ગાર્સેટીએ કહ્યું કે ‘હું પહેલીવખત એક યુવા છાત્રનાં રૂપમાં ભારત આવ્યો હતો. મેં મારા જીવનમાં જોયું છે કે તૈયારી દરમિયાન મળનારી મદદ અને અનુભવ કેટલા પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. છાત્રોનું આ આદાન-પ્રદાન અમેરિકા અને ભારતનાં સંબંધોનાં કેન્દ્રમાં છે. અમેરિકી શિક્ષા વિદ્યાર્થીઓને એક વિશ્વ સ્તરીય શિક્ષા અને જ્ઞાનનાં વૈશ્વિક નેટવર્ક સુધી પહોંચવાનો મોકો આપે છે. તેથી અમે આજે અહીં વધુમાં વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યાં છીએ.’
સ્ટૂડેંટ વિઝા ડેની ઊજવણી અમેરિકા અને ભારતની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઊચ્ચ શિક્ષણનાં સંબંધોમાં મનાવવામાં આવે છે. ગયાવર્ષે રેકોર્ડ તોડીને ૧,૨૫,૦૦૦ ભારતીયોને સ્ટૂડેંટ વીઝા આપવામાં આવ્યો હતો જો કે આ અન્ય દેશોની તુલનામાં સૌથી વધારે હતો. આંકડાઓ અનુસાર ૨૦૨૨ માં દર ૫ માંથી એક ભારતીય છાત્રને સ્ટૂડેંટ વીઝા મળ્યો હતો. બ્રેન્ડન મુલાર્કી, ભારતમાં કોન્સ્યુલર બાબતોના કાર્યકારી મંત્રી કાઉન્સેલરે આ વર્ષે ૨૦૨૩ માં અમેરિકી અધિકારીઓએ પહેલાથી વધારે સ્ટૂડેંટ્સનાં ઈન્ટરવ્યૂ લઈને તેમને વીઝા ફાળવવાની વાત કરી.