પાંચ IAS અધિકારીઓની બદલી-વધારોનો ચાર્જ સોંપાયો; IAS મનિષા ચંદ્રા, IAS કે એમ ભિમજીયાણીની બદલી તેમજ એ કે રાકેશ, પી સ્વરુપ અને વિજય નહેરાને વધારોનો ચાર્જ સોંપાયો
ગુજરાતના વહીવટી તંત્રમાં ફરી ધરખમ ફેરફાર કરાયો છે, પાંચ IAS અધિકારીઓની બદલી અને વધારોનો હવાલો સોંપાયો છે. IAS મનિષા ચંદ્રા, IAS કે એમ ભિમજીયાણીની બદલી કરાઈ છે જ્યારે એ કે રાકેશ તેમજ પી સ્વરુપ અને વિજય નહેરાને વધારોનો ચાર્જ સોંપાયો છે.
IAS મનિષા ચંદ્રાની ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે બદલી કરાઈ છે જ્યારે કૃષિમંત્રાલયના સેક્રેટરી IAS KM ભીમીયાણીની નાણામંત્રાલયમાં સેક્રેટરી તરીકે બદલી થઈ છે તેમજ એ કે રાકેશને અધિક મુખ્ય સચિવ સહકાર અને પશુપાલન વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. IAS પી સ્વરુપ મહેસુલ સચિવ (અપિલ)નો વધારાનો ચાર્જ સોંપાયો તેમજ વિજય નહેરાને ધોલેરા પ્રોજેક્ટના સીઈઓની વધારાની જવાબદારી સોંપાઈ છે.