ઉત્તર અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા ડેપ્યુટી ગવર્નરના અંતિમ સંસ્કાર દરમિયાન વિસ્ફોટમાં ૧૫ના મોત

ઈસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં મસ્જિદ નબાવીમાં ગઇકાલે થયેલા વિસ્ફોટમાં ૧૫ લોકો માર્યા ગયા અને ૫૦ લોકો ઘાયલ થયા. કાર્યકારી પ્રાંતીય ગવર્નરના અંતિમ સંસ્કાર દરમિયાન વિસ્ફોટ થયો હતો.  ૬ જૂને પ્રાંતીય ગવર્નર નિસાર અહમદ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા.

આત્મઘાતી હુમલામાં અહમદના ડ્રાઈવર પણ માર્યો ગયો હતો અને અન્ય ૬ લોકો ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ ​​આ ઘટનાની નિંદા કરી છે અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી છે. તેમણે આ ઘટનાથી પ્રભાવિત લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ હુમલો માનવતા અને ઈસ્લામિક મૂલ્યોની વિરુદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *