ગુજરાત ATS એ આતંકી સંગઠન ISKP સાથે સંકળાયેલા ૪ લોકોની અટકાયત કરી છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
ગુજરાત ATS ની ટીમે એક મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATS એ મોટું ઓપરેશન હાથ ધરી આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત ૪ લોકોની ધરપકડ છે. ગુજરાત ATS એ પોરબંદરથી ૩ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે ૧ મહિલાની સુરતથી અટકાયત કરી છે. આ મામલે DGP વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે.
DGP વિકાસ સહાયે જણાવ્યું કે,
પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી અને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ૩ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે.
પોરબંદરથી ઉમેદ નાસિર ( શ્રીનગર ), મહોમ્મદ હાજીમ શાહ ( શ્રીનગર ), હનાન હયાત શોલ ( શ્રીનગર )ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સુમેરાબાનુ મહોમ્મદ સૈયદ મલિકની સુરતથી અટકાયત કરવામાં આવી છે. ઝૂબેર એહમદ મુનશી ( શ્રીનગર ) ની હાલ અટકાયત કરવાના બાકી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે, સૌથી પહેલા તો હું ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ આતંકવાદીઓના ષડયંત્ર પર પાણી ભેરવતી આવી છે. જે રીતે પીએમ મોદી અને અમિત શાહ દ્વારા દેશભરમાં આતંકીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. તેમની નીતિને અનુસરીને ગુજરાત પોલીસ એક પછી એક મહત્વની કામગીરી કરતી આવી છે. ગુજરાત પોલીસ દ્વારા આ ખૂબ મોટું મોડ્યુલ પકડવામાં આવ્યું છે, આની ઝીંણવટભરી તપાસ કરીને આની વધુ માહિતી ગુજરાત ATS દ્વારા આપને આપવામાં આવશે.