ભારત, ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમિરાત – U.A.E વચ્ચે ઓમ્માનના અખાતમાં સૌ પ્રથમ ત્રિપક્ષી દરિયાઇ કવાયત સફળતાપૂર્વક પૂરી થઇ.
આ કવાયત બે દિવસ ચાલી. આ દરિયાઇ કવાયતમાં ત્રણેય દેશના નૌકાવાહનો અને દરિયાઇ સંરક્ષણ વહાણોએ ભાગ લીધો હતો. આ કવાયતનો હેતુ ત્રણેય દેશો વચ્ચે દરિયાઇ સુરક્ષા વધારવાનો અને આંતર કાર્યક્ષમતા વધારવાનો છે. તેમાં વિવિધ શસ્ત્રાસ્ત્રો તેમ જ આધુનિક યુદ્ધ ઉપકરણો ધરાવતા દરિયાઇ જહાજોએ ભાગ લીધો. ભારતનું પ્રતિનિધિત્વ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS તર્કશે કર્યું. ભારત, ફ્રાન્સ અને યુએઇ વચ્ચે સૌપ્રથમ ત્રિપક્ષી દરિયાઇ કવાયત પૂરી થઇ તે ત્રણેય દેશો વચ્ચેના વધતા જતા સહકારના સીમાસ્તંભ સમાન છે.