જાપાનના ઉત્તરી પ્રાંત હોકાઈડોમાં ગઈકાલે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ માપવામાં આવી હતી. પોલીસ અને અન્ય સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી. જાપાનની હવામાન એજન્સીએ કહ્યું કે ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
ભૂકંપનું કેન્દ્ર ઉરાકાવા શહેરમાં સપાટીથી ૧૪૦ કિલોમીટરની ઉંડાઈએ સ્થિત હતું. એજન્સીએ જણાવ્યું હતું કે ચિટોઝ અને અત્સુમાચો શહેરો સહિત મોટાભાગના ટાપુઓમાં પણ આંચકા અનુભવાયા હતા.