વ્હાઈટ હાઉસ છોડ્યા પછી પણ ટ્રમ્પે ઘણાબધા ગુપ્ત દસ્તાવેજો તેમની પાસે રાખ્યા હતા.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુપ્ત દસ્તાવેજોને ખોટી રીતે રાખવાના સંઘીય આરોપ હેઠળ મિયામીમાં સંઘીય કોર્ટમાં હાજર થશે. ટ્રમ્પ પર આરોપ છે કે, વ્હાઈટ હાઉસ છોડ્યા પછી પણ ટ્રમ્પે ઘણાબધા ગુપ્ત દસ્તાવેજો તેમની પાસે રાખ્યા હતા. અને તેમને ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો રિસોર્ટમાં રાખ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય આરોપ છે કે, તેમણે તપાસમાં દખલ કરવાનો પ્રયાસ કરીને ન્યાયમાં અવરોધ ઉભો કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પને આજે બપોરે ૦૩:૦૦ વાગ્યે મિયામીમાં ફેડરલ કોર્ટ હાઉસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ એપ્રિલમાં તેમની સામે એક પોર્નસ્ટારને પૈસા આપીને ચૂપ કરવા બદલ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ૪ એપ્રિલે કોર્ટે તેમની સામે ૩૪ આરોપો ઘડ્યા હતા.