પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૮ જૂને આકાશવાણી પરથી પ્રસારિત થતાં મન કી બાત કાર્યક્રમમાં દેશવિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે, નાગરિકોના ઇનપુટ્સ પ્રાપ્ત કરીને હંમેશા આનંદ થાય છે. લોકો નમો એપ, માય ગોવ પર તેમના સૂચનો મોકલી શકે છે અથવા ૧૮૦૦ – ૧૧ – ૭૮૦૦ ડાયલ કરીને તેમનો સંદેશો રેકોર્ડ કરી શકે છે. ૧૯૨૨ પર મિસ્ડ કોલ પણ કરી શકે છે, તેમના સૂચનો સીધા પ્રધાનમંત્રીને આપેલા SMS માં મળેલી લિંકને અનુસરી શકે છે.