કચ્છમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડધામ મચી, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૫ કિમીના અંતરે નોંધાયું છે.
કચ્છમાં એક તરફ બિપોરજોય વાવાઝોડાનું સંકટ છે તો બીજી તરફ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કુદરત જાણે કચ્છ પર રૂઠી હોય તેમ કુદરતી આપદા એકબાદ એક આવી રહી છે. કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
કચ્છમાં ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડધામ મચી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૫ કિમીના અંતરે નોંધાયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, કચ્છના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂકંપના આચંકા અનુભવાઈ રહ્યાં છે. તેમજ બિપરજોય વાવાઝાડુંનું સંકટ પણ કચ્છ પર ભારે જોવા મળી રહ્યો છે.