હવામાનશાસ્ત્રીનાં અનુમાન મુજબ ચક્રવાતને કારણે રાજસ્થાન,પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.
ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોયની અસરને કારણે રાજસ્થાનના જોધપુર, ઉદયપુર અને અજમેર ડિવિઝનમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આવતીકાલે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં ૪૫ થી ૫૫ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે.
હવામાનશાસ્ત્રીનાં અનુમાન મુજબ ચક્રવાતને કારણે રાજસ્થાન,પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. આઈએમડીની આગાહી અનુસાર ચક્રવાત બિપરજોયની દિલ્હી-એનસીઆરમાં વધુ અસર થવાની શક્યતા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.