નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીનું નામ બદલીને ‘પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી’ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી હતી, જેઓ સોસાયટીના ઉપાધ્યક્ષ પણ છે.
2016માં પ્રધાનમંત્રી મોદીએ તીન મૂર્તિ કોમ્પ્લેક્સ નવી દિલ્હી ખાતે ભારતના તમામ પ્રધાનમંત્રીઓને સમર્પિત એક સંગ્રહાલય સ્થાપવાનો વિચાર રજૂ કર્યો હતો. ૨૫-૧૧-૨૦૧૬ ના યોજાયેલી ૧૬૨ મી બેઠકમાં NMMLની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે તીન મૂર્તિ એસ્ટેટ ખાતે મ્યુઝિયમ ઑફ ઓલ પ્રાઇમ મિનિસ્ટર્સના નિર્માણ પ્રોજેક્ટની દરખાસ્તને મંજૂરી આપી હતી. તીન મૂર્તિ એસ્ટેટમાં તમામ પ્રધાનમંત્રીઓના સંગ્રહાલયના નિર્માણનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને ૨૧ મી એપ્રિલ ૨૦૨૨ થી પ્રધાનમંત્રીનું મ્યુઝિયમ સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ એ દર્શાવે છે કે, કેવી રીતે આપણા પ્રધાનમંત્રીઓએ વિવિધ પડકારો વચ્ચેથી દેશને બહાર કાઢીને દેશના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કર્યો છે. તે તમામ પ્રધાનમંત્રીઓને ઓળખે છે, ત્યાંથી સાચા અર્થમાં સંસ્થાકીય યાદોને લોકશાહી બનાવે છે.