ગોવા ક્રાંતિ દિવસ
ગોવા ક્રાંતિ દિવસ દર વર્ષે ૧૮ જૂનના રોજ ઉજવવામાં આવે છે, કારણ કે ૧૮ જૂન, ૧૯૪૬ ના રોજ ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝ રાજ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપી હતી. ૧૮ મી જૂન ગોવાના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે. ૧૮ જૂન, ૧૯૪૬ ના રોજ, ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને એક થવાનો અને પોર્ટુગીઝ શાસન સામે લડવાનો સંદેશ આપ્યો હતો. ૧૮ મી જૂને થયેલી આ ક્રાંતિના પ્રેરક ભાષણે સ્વાતંત્ર્ય સંગ્રામને મજબૂત બનાવ્યો અને આગળ વધાર્યો. ગોવાની મુક્તિ માટે લાંબું આંદોલન ચાલ્યું. અંતે, ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ ના રોજ ભારતીય સેનાએ અહીં હુમલો કર્યો અને આ વિસ્તારને પોર્ટુગીઝના કબજામાંથી મુક્ત કરાવ્યો અને ગોવાને ભારતમાં સામેલ કરી લેવામાં આવ્યો.
૧૮ જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ
૧૯૭૯ – અમેરિકાના રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટર અને સોવિયત રાષ્ટ્રપતિ બ્રેઝનેવ દ્વારા ‘સોલ્ટ-II’ કરાર પર હસ્તાક્ષર.
૧૯૯૭ – કંબોડિયાના ખમેર રૂજના નેતા અને ૨૦ લાખથી વધુ લોકોના હત્યારા માઓવાદી પોલ્પોટનું આત્મસમર્પણ.
૧૯૯૯- ૩૫ યુરોપિયન દેશો વચ્ચે લંડનમાં પીવાના પાણીના કરાર પર હસ્તાક્ષર થયા, લાતવિયામાં વિકે ફેબ્રેમાને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા.
૨૦૦૧ – પાકિસ્તાનના ડિફેન્સ બજેટમાં ઘટાડો, તાલિબાને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિરુદ્ધ લાદેનનો ફતવો રદ કર્યો.
૨૦૦૪ – ચાડના સૈનિકોએ ૬૯ સુદાનીઝ સૈનિકોને મારી નાખ્યા. દક્ષિણ કોરિયાએ ઓગસ્ટમાં ઈરાકમાં સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો હતો.
ફાધર્સ ડે