આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ વાતાવરણમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે.
આજે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં શહેરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તાપી ,ડાંગ ,ભરૂચ ,સુરત અને વડોદરામાં વરસાદ પડી શકે છે..તો, હાલ વરસાદને લઈને કોઈ સિસ્ટમ સક્રિય નથી.ભેજ અને પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા હોવાથી તાપમાનમાં સામાન્ય વધારો થશે.. તેમજ વરસાદી માહોલ રહેશે.. તેમજ ૧ થી ૨ ડિગ્રી તાપમાન વધી શકે છે,