ભારત સહિત વિશ્વભરમાં નવમાં યોગ દિવસની ઉજવણી શરૂ

મધ્યપ્રદેશના જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

યોગદિવસ પ્રસંગે સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે લોકોએ યોગ અંગે સમર્પણનો સંકલ્પ લેવો જોઇએ. તેમણે કહ્યું કે યોગ એકદિવસનો નથી. દરરોજ જીવનમાં વણીલેવાનો છે. આજના પ્રસંગે તેમને લોકોને યોગને અપનાવવાનું આહવાન કર્યું હતું. આજનો દિવસ વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. જે આપણા સાંસ્કૃતિક વિચાર વસુદૈવ કુટુંબકમ ને ઉજાગર કરે છે.તેમણે કહ્યું હતું કે આ વર્ષના યોગદિવસની થીમ વસુદૈવમ કુટુંબકમ રાખવામાં આવી છે. જે ભારતીય સાંસ્કૃતિક વિચારને ફલીત કરે છે. આ પ્રસંગે કેન્દ્રીય આયુષમંત્રી સર્વાનંદ સોનેવાલ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઉદબોધન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *