રાજ્ય કક્ષાના યોગ દિવસ પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. એક સાથે ૧.૫૦ લાખ લોકોએ એક સ્થળે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે.

વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં ઈતિહાસ રચાયો છે. સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસ પર વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. સુરતમાં આજે ૧.૫૦ લોકોએ એકસાથે યોગાભ્યાસ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરતે ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

સુરતના ડુમ્મસ રોડ ખાતે આજે રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે યોગ દિવસની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી હતી. સુરત ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર રહ્યા હતા. સુરતમાં એક સાથે ૧.૫૦ લાખ લોકોએ યોગ કર્યા હતા. ૧.૫૦ લાખ લોકોનો એક સાથે યોગ કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *