ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઈને ચર્ચાઓ તેજ બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ સત્તાવાર જાહેરાત કરાશે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ એક્શન મૉડમાં આવી ગઇ છે. ગુજરાત કોંગ્રેસમાં મોટા મોટા ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપવામાં આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઈને ચર્ચાઓ તેજ બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખની નિયુક્તિ બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિનો મુદ્દો ગાજી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રમુખ બાદ હવે ટૂંક સમયમાં નવા પ્રભારીની પણ સત્તાવાર જાહેરાત કરશે.
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના પ્રભારી માટે ૩ નામ પર વિચાર કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી માટે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ ચર્ચામાં છે. બી.કે હરિપ્રસાદ અગાઉ ગુજરાતની જવાબદારી સંભાળી ચુક્યા છે. નીતિન રાઉતે ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. હાઈકમાન્ડ દ્વારા આ ત્રણમાંથી કોઇ એકને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવી શકે છે.