જીતનરામ માંઝી અને તેમના પુત્ર સંતોષકુમાર સુમને બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી આ બાદ તેમણે NDAમાં શામેલ થવાનું એલાન કર્યું.
પૂર્વ સીએમ જીતનરામ માંઝીની પાર્ટી HAM એટલે કે હિન્દુસ્તાની આવામ મોર્ચાએ NDA સાથે જોડાવાનું નક્કી કરી લીધું છે. બુધવારે દિલ્હીમાં જીતનરામ માંઝી અને તેમના પુત્ર સંતોષકુમાર સુમને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બિહારનાં પૂર્વ મંત્રી અને જીતનરામ માંઝીનાં પુત્ર સંતોષ સુમને કહ્યું કે અમારી પાર્ટી એનડીએનો હિસ્સો રહેશે.
HAMનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમને એલાન કરતાં કહ્યું ” સીટોનો ફોર્મ્યૂલા આવનારાં દિવસોમાં નક્કી કરવામાં આવશે.” આ મુલાકાત બાદ બિહારનાં પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ કહ્યું કે’અમે લોકો ઔપચારિક રીતે NDAમાં જોડાઈ ગયાં છે. અમિત શાહ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંઝીએ કહ્યું કે સીટોનાં વિભાજન પર પાછળથી નિર્ણય કરવામાં આવશે.’
મહાગઠબંધનની અલગ થયાં બાદથી જ માનવામાં આવી રહ્યું હતું કે માંઝી ફરીથી NDAનો હિસ્સો બનશે. નીતીશ સરકારમાં શામેલ થયેલ હિન્દુસ્તાની આવામ મોર્ચાનાં એકમાત્ર મંત્રી અને જીતનરામ માંઝીનાં પુત્ર સંતોષ સુમને કેબિનેટથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી મહાગઠબંધનથી અલગ થઈ ગઈ હતી. જીતન રામ માંઝી પહેલા પણ NDAનો હિસ્સો રહી ચૂક્યાં છે.