વિસ્ફોટ થવાનું કારણ જાણી શકાયું નથી.
બુધવારે રાત્રે ચીનના યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો.
પ્રાથમિક વિગત મુજબ ધડાકામાં ૩૧ લોકોના મોત થયા હતા. જ્યારે ૭ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી બ્લાસ્ટ કેમ થયો તેને લઈ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પણ સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ચીનમાં આવેલી આ બાર્બેક્યૂ રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ રેસ્ટોરન્ટ અને આસપાસની દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તેના પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ સ્થળે પહોંચી હતી. ચીની પ્રશાસને આગના કારણની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં ૩૮ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.