ટ્રેડિંગનાં અંતમાં આજે સેંસેક્સ ૨૮૪.૨૬ પોઈન્ટ્સ તો નિફ્ટી ૮૫.૬૦ પોઈન્ટ્સથી ગબળ્યો છે.
આજે ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ અને નિફ્ટી બંનેનાં પોઈન્ટ્સમાં નોંધનીય ઘટાડો થયો છે. સેંસેક્સ ૨૮૪.૨૬ પોઈન્ટસ એટલે કે ૦.૪૫ % નાં ઘટાડા બાદ ૬૩,૨૩૮.૮૯નાં સ્તર પર બંધ થયું. જ્યારે નિફ્ટી ૮૫.૬૦ પોઈન્ટસ એટલે કે ૦.૪૫ % નાં ઘટાડા સાથે ૧૮,૭૭૧.૨૫નાં સ્તર પર બંધ થયું છે.
મિડકેપ, સ્મોલકેપમાં સૌથી વધુ વેંચાણ રહ્યું જ્યારે PSE, એનર્જી, રિયલ્ટી, ITનાં શેરો ગબળ્યાં છે. આ સિવાય ઈંફ્રા, ફાર્મા, ઑટોનાં શેરોમાં દબાણની સ્થિતિ જોવા મળી જ્યારે મેટલનાં શેરોમાં થોડી ખરીદીનું વાતાવરણ હતું. આજે PSU બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ૧.૬૭ % નો ઘટાડો રહ્યો હતો. સેંસેક્સના ટોપ-૩૦ સ્ટોક્સમાં ૧૦ શેર તેજીની સાથે અને ૨૦ શેર ઘટાડા સાથે બંધ રહ્યો. બજાજ ફાઇનેંસ અને એશિયન પેંટ્સમાં ૨ % થી વધુનો ઘટાડો રહ્યો. લાર્સન એન્ડ ટર્બો અને ટાટા સ્ટીલમાં ૧ % સુધી તેજી રહી. કેવલ મીડિયા અને મેટલ ઇન્ડેક્સમાં આજે વેંચાણનો માહોલ જોવા મળ્યો.