સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ઘઉં અને ચોખાના ભાવને અંકુશમાં રાખવા ઈ-હરાજી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
એફસીઆઈના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશોક મીનાએ જણાવ્યું હતું કે વાજબી અને સરેરાશ ગુણવત્તાના ઘઉંની મૂળ કિંમત ૨,૧૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવી છે. વાસ્તવિક પ્રોસેસર્સ અને વેપારીઓની ઓળખ માટે માન્ય FSSAI લાઇસન્સ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ખરીદનાર આ ઈ-ઓક્શનમાં વધુમાં વધુ ૧૦૦ MT સુધીની બોલી લગાવી શકે છે.