પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. ૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ અકસ્માતથી વ્યથિત છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા રૂ. ૨ લાખ, ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ આપવામાં આવશે. પ્રધાનમંત્રી”