પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રેદેશથી પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણી કમલાપતિ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં પાંચ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.
પાંચ વંદે ભારત ટ્રેનોમાં રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ, ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ, મડગાંવ (ગોવા)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગ્લોર વંદે ભારત એક્સપ્રેસ અને હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ મહાકૌશલ વિસ્તાર (જબલપુર) ને મધ્ય પ્રદેશના મધ્ય વિસ્તાર (ભોપાલ) સાથે જોડશે. આ સાથે સારી કનેક્ટિવિટીથી ભેડાઘાટ, પચમઢી, સાતપુરા વગેરે પર્યટન સ્થળોને પણ ફાયદો થશે. આ ટ્રેન આ રૂટ પરની વર્તમાન સૌથી ઝડપી ટ્રેન કરતાં લગભગ ૩૦ મિનિટ વધુ ઝડપી હશે. તેનાથી મુસાફરોનો સમય બચશે. હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસ ઝારખંડ અને બિહાર માટે પ્રથમ વંદે ભારત હશે. પટના અને રાંચી વચ્ચે કનેક્ટિવિટી વધારનારી આ ટ્રેન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે વરદાન સાબિત થશે. તે બે સ્થળોને જોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ એક કલાક અને પચીસ મિનિટનો મુસાફરીનો સમય બચાવવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે ૦૩:૦૦ વાગ્યે શાહડોલ ખાતે જાહેર કાર્યક્રમમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરશે. પ્રધાનમંત્રીના હસ્તે લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડનું પણ વિતરણ કરશે.પીએમ મોદી શહડોલ જિલ્લાના પાકરિયા ગામની પણ મુલાકાત લેશે અને આદિવાસી સમુદાયના નેતાઓ, સ્વ-સહાય જૂથોના નેતાઓ, સમિતિઓ અને ગ્રામીણ ફૂટબોલ ક્લબના કેપ્ટન સાથે વાતચીત કરશે. પીએમ મોદી આદિવાસી અને લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળશે અને ગામમાં રાત્રિ ભોજન પણ કરશે.