ચંદ્રયાન-૩ની તૈયારીઓ લગભગ પૂરી

ઈસરોએ ચંદ્રયાન-૩ના લોન્ચની તારીખનું એલાન કર્યું છે જે અનુસાર ૧૩ જુલાઈએ ચંદ્રયાન-૩ને ચંદ્ર તરફ છોડવામાં આવશે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ઇસરો) ચંદ્રયાન-૩ના લોન્ચિંગને લઇને મોટી જાહેરાત કરી છે. ઈસરો ચેરમેન એસ સોમનાથે જાહેર કર્યું કે ૧૩ જુલાઈએ ચંદ્રયાન-૩ને લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથે કહ્યું કે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની આ વધુ એક મોટી સફળતા હશે. ચંદ્રયાન-૩ લઈ જતાં રોકેટને ૧૩ જુલાઈએ બપોરે ૦૨:૩૦ વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-૩નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ પર છે. આ મિશનને શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. લોન્ચિંગની તૈયારીઓમાં લાગેલી ટીમ ભારતના સૌથી વજનદાર રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-૩ પર જુલાઈના મધ્ય સુધીમાં લોન્ચ કરવાના લક્ષ્યને પહોંચી વળવા માટે સખત મહેનત કરી રહી છે.

ચંદ્રયાન-૩ અંતરિક્ષયાનને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી એલવીએમ ૩ (લોન્ચ વ્હીકલ માર્ક-૨) દ્વારા ચંદ્ર તરફ છોડવામાં આવશે જે ચંદ્રની સપાટી પર ઉતરીને ત્યાંનો અભ્યાસ કરશે તેમાં લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-૩ લેન્ડર, રોવર અને પ્રોપલ્શન સિસ્ટમ ફિટ કરેલી છે જેનું કુલ વજન ૩,૯૦૦ કિલોગ્રામ છે. માત્ર પ્રોપલ્શન મોડ્યુલનું વજન ૨,૧૪૮ કિલોગ્રામ છે, જે લેન્ડર અને રોવરને ૧૦૦ કિમીની ચંદ્રની કક્ષામાં લઈ જશે. રોવરનું વજન ૨૬ કિલો છે. આ રોવર ચંદ્રયાન-૨ના વિક્રમ રોવર જેવું જ હશે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. પ્રોપલ્શન મોડ્યુલ ૭૫૮ વોટ, લેન્ડર મોડ્યુલ ૭૩૮ વોટ અને રોવર ૫૦ વોટનો પાવર જનરેટ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *