મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સીએમ બિરેન સિંહ આજે બપોરે ૦૧:૦૦ વાગ્યે રાજ્યપાલને મળશે. આ સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર એમને મળીને રાજીનામું આપી શકે છે

હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા સંકટ વચ્ચે હાલ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે રાજ્યપાલને મળી શકે છે અને તેમનું રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિરેન સિંહ આજે બપોરે લગભગ ૦૧:૦૦ વાગ્યે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને પોતાનું રાજીનામું સોંપશે.

 મણિપુર રાજ્યમાં ૫૯ દિવસની અશાંતિ ચાલી રહી છે અને તેઓ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યા છે. હાલ મળતી જાણકારી અનુસાર  બિરેન સિંહને રાજીનામું આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અથવા કેન્દ્ર હસ્તક્ષેપ કરશે અને સત્તા સંભાળશે. આ પછી મુખ્યમંત્રી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *