ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ ૮૭.૬૬ મીટર દૂર ભાલો ફેંકી લૌઝેન ડાયમંડ લીગ ૨૦૨૩નો ખિતાબ જીતી લીધો છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ મે મહિનામાં દોહા ડાયમંડ લીગ ૨૦૨૩ સ્પર્ધા જીત્યા બાદ ઈજાના કારણે કેટલીક સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હોતો.
ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ ૮૭.૬૬ મીટર દૂર ભાલો ફેંકી લૌઝેન ડાયમંડ લીગ ૨૦૨૩નો ખિતાબ જીતી લીધો છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ મે મહિનામાં દોહા ડાયમંડ લીગ ૨૦૨૩ સ્પર્ધા જીત્યા બાદ ઈજાના કારણે કેટલીક સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હોતો. નીરજે તેના પાંચમા પ્રયાસમાં ૮૭.૬૬ મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. જર્મનીના જુલિયન વેબર ૮૭.૦૩ મીટર સાથે બીજા ક્રમે અને ચેક રિપબ્લિકના જેકબ વાડલેચ ૮૬.૦૧.૩ મીટર ભાલો ફેંકી ત્રીજા સ્થાને રહ્યા.
લૌઝેન ડાયમંડ લીગમાં નીરજ ચોપરા તેના બીજા અને ત્રીજા પ્રયાસમાં શાનદાર રીતે વાપસી કરી છે. નીરજનો બીજો થ્રો ૮૩.૫૨ મીટર હતો જ્યારે તેણે ત્રીજો થ્રો ૮૫.૦૪ મીટર પર ફેંક્યો હતો. જો કે, ૩ થ્રો પછી, જર્મનીના જુલિયન વેબરે ૮૬.૨૦ મીટરના થ્રો સાથે ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નીરજ ચોપરાની કારકિર્દીનો આ ૮ મો ગોલ્ડ મેડલ છે. આ વર્ષે ડાયમંડ લીગમાં તેનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા નીરજે દોહા ડાયમંડ લીગમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.