મુખ્યમંત્રીએ ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર, જુનાગઢ, કચ્છ જિલ્લામાં વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર, જુનાગઢ, કચ્છ જિલ્લામાં વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા અને અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર અને કચ્છ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા સમગ્ર જિલ્લામાં થયેલા ભારે વરસાદ તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતર ની જરૂરિયાત વગેરેની પણ માહિતી લીધી હતી. ભારે વરસાદને કારણે વ્યવહાર કે જનજીવન પર અસર ના પડે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ, જામનગર, જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં NDRFની કુલ ૪ ટીમો અને SDRFની બે ટીમ જૂનાગઢ અને જામનગર જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે તેમજ વરિષ્ઠ સચિવો જોડાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. તેમ છતાં મુખ્યમંત્રીએ જિલ્લા તંત્ર વાહકોને સતર્ક રહેવા સૂચનો કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *