પીએમ મોદીએ સિકલ સેલ એનિમીયા મિશન પોર્ટલ લોન્ચ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં નેશનલ સિકલ સેલ એનિમીયા મિશનનો પ્રારંભ કર્યો છે.

ટીબીના ખાતમા બાદ હવે મોટી બીમારી સામે જંગ માંડ્યો છે. સિકલ સેલ એનિમીયા નામની ગંભીર બીમારીને ૨૦૨૪ સુધી જડમૂળમાંથી ખાતમો કરી નાખવા માટે સરકારે એક મોટી યોજના શરુ કરી છે.

પીએમ મોદીએ શનિવારે મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન ૨૦૪૭ ની શરૂઆત કરી હતી. સમગ્ર દેશ ખાસ કરીને આદિવાસી લોકો માટે આ રોગ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. એક અંદાજ મુજબ આ ગંભીર બીમારી સાત કરોડથી વધુ આદિવાસી લોકોમાં જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને નાણામંત્રી નિર્મલા સીતારમણે ૨૦૨૩ ના બજેટ ભાષણમાં  ૨૦૪૭ સુધી ભારતમાંથી આ બીમારીને ખતમ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. આ ક્રમમાં વડાપ્રધાન મોદીએ મિશનની શરૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *