હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના અલગ અલગ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે…. જેમાં ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કૌંકણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આ સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, સહિત પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદનું આંકલન વ્યક્ત કર્યુ છે..જો કે ફરી પૂર્વોત્તરના રાજ્યોમાં અત્યંત ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે.
જેમાં હવામાન વિભાગના મતે દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યંભ ભારે વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૫.૪ અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ રહ્યુ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દેશના લગભગ ૨૪ રાજ્યમાં હાલમાં ચોમાસાની પક્કડ છે. આમાંના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હી NCRમાં તાપમાનની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન ૩૬ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ રહી શકે છે. આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સિવાય સામાન્ય વરસાદ પડવાની પણ શક્યતા છે.