વર્જિન ગેલેક્ટિકે પ્રથમ વખત અવકાશમાં કોમર્શિયલ ફ્લાઇટ લોન્ચ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ મિશન અંતરીક્ષમાં ઈટલીના ત્રણ લોકો અવકાશની યાત્રા પર ગયા હતા
વર્જિન ગેલેક્ટિકે પ્રથમ વખત અવકાશમાં કોમર્શિયલ ફ્લાઇટ લોન્ચ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ મિશન અંતરીક્ષમાં ઈટલીના ત્રણ લોકો અવકાશની યાત્રા પર ગયા હતા જે કુલ ૯૦ મિનિટ સુધી અવકાશમાં રહ્યા હતા. આ મિશન સફળ થતાં વર્જિન ગેલેક્ટિક કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપની ટૂંક સમયમાં માસિક કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરશે. એક રિપોર્ટ અનુસાર કોમર્શિયલ ફ્લાઇટમાં અંતરીક્ષની યાત્રા કરવાની ટિકિટ ૪ લાખ ૫૦ હજાર યુએસ ડોલર એટલે ભારતીય ચલણ મુજબ ૪ કરોડની આસપાસ છે. સ્પેસ ટૂર માટે લગભગ ૮૦૦ લોકોએ ટિકિટ બુક કરાવી લીધી છે.