સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં રોકાણકારો માટે ખુશી

ફરી એકવાર શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો છે. આજે સોમવાર ત્રણ જુલાઇએ સેંસેક્સે ૬૫,૨૦૫ ની સપાટી પાર કરી છે. નિફ્ટીએ પણ ૧૯,૩૪૫ અંક સુધી પહોંચી હતી.

સપ્તાહના પ્રથમ દિવસે જ રોકાણકારો માટે ખુશીના સમાચાર લઇને માર્કેટ ખુલ્યું હતું. ફરી એકવાર શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો છે. આજે  સોમવાર ત્રણ જુલાઇએ સેંસેક્સે ૬૫,૨૦૫ની સપાટી પાર કરી કરી છે. નિફ્ટીએ પણ ૧૯,૩૪૫ અંક સુધી પહોંચી હતી. તો સેંસેક્સમાં ૪૮૬ અંકની આગ જરતી તેજી સાથે ૬૫,૨૦૫ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ ૧૩૩ અંકની તેજી  રહી હતી.જે ૧૯,૩૨૨ના ઓલટાઇમ હાઇ પર બંધ રહ્યું હતું. સેંસેક્સમાં આવેલી તેજી પાછળ ૩૦ મહત્વના શેર જવાબદાર રહ્યાં હતા, જેમાંથી ૧૫ શેરમાં તેજી અને ૧૫ શેરમાં ઘટાડો નોંધાયો હતો.

શેર બજારમાં આવેલી તેજી અંગે હિસાબ લગાડવા માટે નિષ્ણાતોએ મગજ દોડાવ્યું હતું, જેમાં કેટલાક મહત્વના તારણો સામે આવ્યા છે. જેમ કે મોંઘવારીમાં ઘટાડો થયો તેની અસર સેંસેક્સમાં જોવા મળી છે.  તો કાચા તેલના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. આ સિવાય ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત થયો જેની સીધી અસર શેરબજારમાં જોવા મળી છે. તો ભારતમાં ફોરેક્સ રિઝર્વ વધવાથી પણ બજારમાં મજબૂત જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *