અજિત પવારના બળવા બાદ એનસીપીની હાલત પણ શિવસેના જેવી થઈ છે જેમાં હવે કાકા અને ભત્રીજા ખુલીને સામસામે આવ્યાં છે.
અજિત પવારના બળવાના દિવસ બાદ શરદ પવારની આગેવાનીવાળી NCPમાં ગજબનો ખેલ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે એક તરફ શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકર જેવા દિગ્ગજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં. એનસીપીએ અજિત પવારની સાથે ગયેલા ૯ ધારાસભ્યોને પણ બરખાસ્ત કરીને બાકી બચેલાના વફાદારીના ફોર્મ ભરાવ્યાં છે.
શરદ પવારના એક્શન બાદ અજિત છાવણીએ પણ વળતો વાર કરીને સુનિલ તટકરને એનસીપીના પ્રદેશાધ્યક્ષ જાહેર કર્યાં હતા.
અત્યાર સુધી જયંત પાટીલ એનસીપીના પ્રદેશ પ્રમુખ હતા.
અજિત પવારે ભાજપ અને શિવસેના સાથે એક નવા ગઠબંધનનું એલાન કર્યું છે જેને મહાયુતિ એવું નામ આપવામાં આવ્યું છે.