ભાજપે ૪ રાજ્યમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા; પંજાબ, તેલંગાણા, ઝારખંડમાં પ્રેદશ ભાજપમાં નવા પ્રમુખોની નિમણૂક કરી છે.
ભાજપે ૪ રાજ્યના પ્રદેશ પ્રમુખોની નિમણૂંક કરી છે. પંજાબ, તેલંગાણા, ઝારખંડમાં પ્રેદશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલને યથાવત રાખવાના હોય તેવા સંકેત સામે આવ્યા છે. સુનિલ જાખડને પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે જ્યારે જી.કિશન રેડ્ડીને તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે તેમજ બાબુલાલ મરાંડીને ઝારખંડના અધ્યક્ષ બનાવાયા છે.