સોના-ચાંદીનાં ભાવમાં ઉછાળો

સોનું ૧૦૮ રૂપિયાનાં વધારાની સાથે ૫૮,૩૮૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ મોંઘુ થયું છે.

૪ જૂલાઈ ૨૦૨૩ નાં રોજ સોના અને ચાંદીનાં ભાવમાં વધારો નોંધાયો છે. મંગળવારે સોનાની કિંમત ૧૦૮ રુપિયા વધીને ૫૮,૩૮૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું ૦.૨૬ % વધીને ૧૯૩૪ અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું.ગુજરાતમાં આજે સોનાનાં ભાવ ૫૯,૦૬૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયા છે.

ચાંદીની કિંમત ૨૨૧ રૂપિયા વધીને ૭૦,૫૧૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.  વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી ૦.૩૬ % વધીને ૨૩.૨૦ અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે. ગુજરાતમાં આજે ચાંદીની કિંમત ૭૧,૭૦૦ રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે.

  1. ગુજરાત – ૫૯,૦૬૦ રૂપિયા
  2. મુંબઈ– ૫૯,૦૬૦ રૂપિયા
  3. દિલ્હી– ૫૯,૨૨૦ રૂપિયા
  4. જયપુર– ૫૯,૨૨૦ રૂપિયા
  5. બેંગલોર– ૫૯,૦૬૦ રૂપિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *