ટ્વિટર બાદ હવે ટ્વિટ ડેકનું એકાઉન્ટ વેરિફાઇડ કરાવવું ફરજિયાત, ઉપયોગ કર્તા ઓર્ગેનાઈઝેશન પાસેથી દર મહિને આશરે રૂ. ૮૧ હજાર ૮૯૭ નો ચાર્જ વસુલવાં આવશે, કંપનીએ ૩૦ દિવસનો આપ્યો સમય. ટ્વિટર હવે સત્તાવાર રીતે ટ્વિટ ડેકનું નવું વર્ઝન લોન્ચ કરી રહ્યું છે. આવનાર ૩૦ દિવસમાં ટ્વિટ ડેક વપરાશકર્તાઓએ ચાર્જ ભરીને એકાઉન્ટ વેરિફાઇડ કરાવવું પડશે.
અગાઉ વપરાશકર્તાઓ માટે મફત હતું અને તેનો ઉપયોગ વ્યવસાયો અને સમાચાર સંસ્થાઓ દ્વારા સામગ્રીને મોનિટર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ હવે જો તે ચાર્જેબલ થઈ જશે તો તેનાથી ટ્વિટરની આવકમાં વધારો થશે. જ્યારે યુઝર્સને વધુ સુવિધાઓનો લાભ મળશે. મહત્વનું છે કે ટ્વિટર વેરિફાઈડ એકાઉન્ટ્સ હવે દરરોજ ૬,૦૦૦ પોસ્ટ્સ વાંચી શકે છે જ્યારે અનવેરિફાઈડ એકાઉન્ટ્સ દરરોજ ૬૦૦ પોસ્ટ્સ વાંચી શકે છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્વિટ ડેકના ઉપયોગ કર્તા ઓર્ગેનાઈઝેશને દર મહિને $૧,૦૦૦ ( આશરે રૂ. ૮૧,૮૯૭ )નો ચાર્જ ચૂકવવો પડશે.