નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જો આમ થશે તો પેટ્રોલની કિંમત ૧૫ રૂપિયા પ્રતિ લીટર થશે.
દેશમાં વધતાં જતાં પેટ્રોલના ભાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઉદયપુર વિભાગના પ્રતાપગઢ જિલ્લામાં જાહેર સભા યોજી હતી. આ પહેલા તેમણે ૫૬,૦૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પછી ત્યાં હાજર સાંસદ અને સ્થાનિક નેતાઓએ સંબોધન કર્યું. ત્યારબાદ નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ વિશે જણાવ્યું અને આગામી સમયમાં ફરીથી ભાજપની સરકાર લાવવાનું આહ્વાન કર્યું. કોંગ્રેસ સરકારના ૬૦ વર્ષ વિશે વાત કરતા તેમણે આકરા પ્રહારો કર્યા હતા.
નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હવે ખેડૂત માત્ર ખોરાક આપનાર નહીં પરંતુ ઉર્જા આપનાર પણ બનશે. હું ઓગસ્ટ મહિનામાં ટોયોટા કંપનીના વાહનો લોન્ચ કરી રહ્યો છું. તમામ વાહનો ખેડૂતોએ તૈયાર કરેલા ઇથેનોલ પર ચાલશે. ૬૦ % ઇથેનોલ, ૪૦ % વીજળી અને પછી તેની એવરેજ પકડાશે તો પેટ્રોલની કિંમત ૧૫ રૂપિયા પ્રતિ લીટર થશે. ૧૬ લાખ કરોડની આયાત છે તેના કારણે આ પૈસા ખેડૂતોના હાથમાં જશે.
ત્રણ વર્તમાન સાંસદો, સીપી જોશી, કનક મલ કટારા અને દિયા કુમારી જ્યારે પણ મારી પાસે આવે છે ત્યારે હું તેમને કહું છું કે ચિંતા ન કરો, તેમની પાસેથી જે પણ અપેક્ષા રાખવામાં આવશે તે હું પૂરી કરીશ. આ બધું કામ હું કરી શકું છું, તેનો શ્રેય મને અને પીએમ મોદીને આપે છે. આ શ્રેય જનતાને જાય છે, જો તમે રાજસ્થાનમાંથી ભારતીય જનતા પાર્ટીને જીતાડી ન હોત, પાર્ટી બહુમતમાં આવી ન હોત તો હું સાંસદ ન બન્યો હોત, તો મોદીજી વડાપ્રધાન કેવી રીતે બન્યા હોત? હું મંત્રી બન્યો અને તમારા માટે કામ કરાવ્યું. હું તમને ખાતરી આપું છું કે, તમારી જે પણ અપેક્ષા હશે તે હું પૂરી કરીશ.