શિવસેનાની જેમ જ NCPનું ગણિત

શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. બંનેએ આજના જ દિવસે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અજિતની બેઠકમાં NCPના ૩૫ ધારાસભ્ય અને શરદની બેઠકમાં માત્ર ૭ ધારાસભ્ય જ પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હવે અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, એટલે કે NCP અને એનાં ચૂંટણીચિહ્ન પર પોતાનો દાવો વ્યક્ત કરતી અરજી દાખલ કરી છે. ચૂંટણીપંચે થોડા મહિના પહેલાં શિવસેનાને એકનાથ શિંદેને સોંપી હતી, એ ગણતરી મુજબ NCPને અજિત પવાર જ મળશે.

વિધાનસભા સત્ર ન ચાલી રહ્યું હોય. મહારાષ્ટ્રમાં અત્યારે જે સ્થિતિ છે. આવા સમયે જો પક્ષમાં વિભાજન થાય તો ચૂંટણીપંચ નક્કી કરે છે કે અસલી પાર્ટી કોની છે. ચૂંટણીપંચને આ અધિકાર ધ ઈલેક્શન સિમ્બોલ (રિઝર્વેશન અને એલોટમેન્ટ) ઓર્ડર, ૧૯૬૮ના ફકરા ૧૫માંથી મળે છે.

ચૂંટણીપંચમાં મામલો પહોંચવા પર તે પક્ષમાં વર્ટિકલ વિભાજનની તપાસ કરે છે. આમાં વિધાન–નિર્માત્રી અને સંગઠન બંને જોવામાં આવે છે.

આ સિવાય ચૂંટણીપંચ વિભાજન પહેલાં પક્ષની ટોચની સમિતિઓ અને નિર્ણય લેતી સંસ્થાઓની યાદી બહાર પાડે છે. આનાથી જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે આમાંથી કેટલા સભ્યો કે પદાધિકારીઓ કયા જૂથમાં છે. આ સિવાય કેટલા સાંસદ અને ધારાસભ્યો કયા જૂથમાં છે.

મોટા ભાગના કિસ્સાઓમાં કમિશને પક્ષના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના સમર્થનના આધારે પ્રતીક એનાયત કર્યું છે, પરંતુ જો કોઈ કારણસર તે સંગઠનની અંદરના સમર્થનને ન્યાયી ઠેરવી શકતું નથી, તો કમિશન સંપૂર્ણપણે સાંસદો અને ધારાસભ્યોની બહુમતીના આધારે નિર્ણય લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *