કોંગ્રેસે દિલ્હીમાં યોજી મહત્વની બેઠક

કોંગ્રેસે દિલ્હીમાં રાજસ્થાન ચૂંટણીને લઈને એક મોટી બેઠક બોલાવી હતી જેમાં મુખ્યમંત્રીના ચહેરા વગર ચૂંટણી લડવાનું એલાન કરાયું છે.

રાજસ્થાન કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ પર લગામ લાગી છે. આજે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય (એઆઈસીસી મુખ્યાલય) ખાતે મળેલી કોંગ્રેસની મહત્વની બેઠકમાં ચાર મોટા નિર્ણયો પર સહમતિ સધાઈ હતી. કોંગ્રેસનો સૌથી મોટો નિર્ણય તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવાનો છે. બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે લીધેલા નિર્ણયોની જાણકારી આપી હતી.

કેસી વેણુગોપાલે કહ્યું

ઉમેદવારોની યાદી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. જોકે, સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે શાંતિ માટે કોઈ ફોર્મ્યુલા પર તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે પાર્ટી ચૂંટણી જીતવા માટે સક્ષમ ઉમેદવારને જ ટિકિટ આપશે. આ બેઠકમાં સામેલ નેતાઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે, જો પાર્ટીમાં એકતા હોય તો રાજસ્થાનની ચૂંટણી કોંગ્રેસ જીતી શકે છે. આ બેઠકમાં તમામ નેતાઓએ એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી તેમની જીતવાની ક્ષમતાના આધારે કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

બેઠક બાદ કોંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું, બેઠકમાં તમામ મુદ્દાઓ પર સાર્થક, વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચા થઈ. અમારું સંગઠન, નેતાઓ, ધારાસભ્યો અને તમામ મંત્રીઓ સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું, “જેમ કે મેં હંમેશાં કહ્યું છે, અમારું લક્ષ્ય રાજસ્થાનમાં ફરીથી કોંગ્રેસની સરકાર કેવી રીતે બનાવવી તે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *