ગુજરાતની સૌથી નાની વયની યુવતી બની ગઈ ડ્રગ પેડલર

ગુજરાતીની સૌથી નાની વયની ડ્રગ પેડલર યુવતી જેણે કોલેજીયનોને ડ્રગ એડિક્ટ બનાવ્યા છે. પોલીસ દ્વારા અવાર નવાર તેનુ કાઉન્સેલિંગ કરી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ છેવટે તે ન સુધરતા પોલીસે તેની પાસા હેઠળ જેલમાં ધકેલી.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ડ્રગસનો જથ્થો મોટા પ્રમાણમાં વારંવાર પકડાઇ રહ્યો છે આની પાછળ ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઇ રહ્યું છે. ગુજરાતની સૌથી નાની વયની યુવતી ડ્રગ બની ગઈ બે વખત લગ્ન કર્યા બે વખત છૂટાછેડા કર્યા પોલીસે પણ કાઉન્સેલિંગ કરી અનેક વખત સુધારવાનો કર્યો પ્રયાસ અંતે ન સુધરી અમી ને અમદાવાદ જેલમાં ધકેલાય પાસામાં

રાજકોટની ડ્રગ્સના દુષણ સામે આકરી કાર્યવાહી ,ગુજરાતમા સૌથી નાની ઉંમરે પેડલર બનેલી યુવતીને અમી દિલીપ ચોલેરા સામે પાસા અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે. NDPS એક્ટ હેઠળ પોલીસ કમિશનરે પાસા અટકાયત માટૅ દરખાસ્ત કરી હતી,અમી ચોલેરાની પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમા મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. અમી ચોલેરા ની સામે રાજકોટ મા બે ગુના નોંધાયા રાજકોટ પોલીસ એ અગાઉ ડ્રગ્સ ના દુષણ માંથી આ યુવતી બહાર આવે તે માટૅ કાઉન્સિલિંગ કર્યું હતું.

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેરમાં “SAY NO TO DRUGS” અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તેમાં રાજકોટ શહેર SOG પોલીસને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટ શહેરમાં એમડી ડ્રગનું વેચાણ કરતા પેડલરો પૈકી મોટા ભાગના પેડલરો હાલ જેલમાં છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોલેજીયનોને સોફ્ટ ટાર્ગેટ બનાવતી અમી દિલીપભાઈ ચોલેરા (ઉ.વ.23) નામની સૌથી નાની ઉંમરની પેડલર પોલીસ પકડથી દૂર હતી અને  પોતે સાતિર દિમાગથી ડ્રગનું વહેચાણ કરતી હતી. અમીને પકડવા માટે ચાર મહિનાથી પોલીસ મહેનત કરતી હતી પરંતુ ડ્રગના જથ્થા સાથે પકડાતી ન હતી.

પોલીસને એક સમયે પગેરું મળ્યું હતું જેમાં અમી રાજકોટ શહેરની કેટલીક જાણીતી કોલેજ ઉપરાંત હાઇવે ઉપર આવેલ કોલેજીયનને ટાર્ગેટ બનાવતી હોવાનું સામે આવ્યું હતું. આ પછી છુપી રીતે પોલીસે અમીની પાછળ વોચ ગોઠવી હતી અને કોલેજીયન યુવાનની જ મદદ લઇ અમી સુધી પહોંચવા પ્લાન બનાવ્યો હતો. ૪ મહિના સુધી સતત વોચ રાખી પોલીસે ચાર થી પાંચ વખત તલાસી પણ લીધી હતી જો કે આ સમયે કશું હાથ લાગ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *