દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની માનીએ તો આજે પણ ઘણા રાજ્યોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. IMDની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારતના ઉત્તરી ભાગોમાં ૯ જુલાઈથી વરસાદની તીવ્રતા વધશે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમુક રાજ્યોમાં વરસાદની તીવ્રતામાં કમી આવશે. તો ત્યાં જ અમુક રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધતી જશે. હવામાન વિભાગની તરફથી આપેલી જાણકારી અનુસાર આજથી દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની તીવ્રતામાં કમી નોંધાશે.
હવામાન વિભાગ અનુસાર કોંકણ, ગુજરાત અને ગોવાના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. ત્યાં જ સેન્ટ્રલ ભારતના ભાગોમાં વરસાદની તીવ્રતા ૮ જુલાઈ સુધી વધશે. જો ભારતના ઉત્તરી ભાગોની વાત કરવામાં આવે તો ૯ જુલાઈથી અહીંના રાજ્યોમાં વરસાદની તીવ્રતા વધશે અન ૨ દિવસ સુધી ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગ અનુસાર મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમના અમુક ભાગમાં અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ પડશે.
ઉત્તર પૂર્વ ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષ્યદ્વીપ, આંતરિક કર્ણાટક, તેલંગાના, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હલ્કાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.